ચીની સૈનિકો સાથે બાથભીડી માં શહીદ થયેલા ઝારખંડના કુંદન ઓઝા એમની 17 દિવસ ની છોકરી નું મોં પણ ના જોઈ શક્યા,પરિવાર ને કહ્યું હતું જલ્દી આવીશ પણ…..

આજે ચીન અને ભારત વચ્ચે ખૂબ મોટો વિવાદ સર્જાયો છે.લદ્દાખ ખાતે ગલવાન ખીણમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે છેલ્લા અમુક દિવસોથી જબરદસ્ત ઘર્ષણ જોવા મળી રહ્યું છે. ગલવાન ખીણમાં વાસ્તવિક નિયંત્રણ રેખા એલએસી પર ચીની સૈનિકો સાથેની ઝડપમાં ભારતના ઓછામાં ઓછા 20 સૈનિક શહીદ થયા છે.અને શહીદ થયેલ આ 20 જવાનો માં માં એક ઝારખંડના સાહિબગંજના કુંદન ઓઝા પણ હતા. અને એ એમના મિત્રોમાં ખૂબ લોકપ્રિય હતા. 5 મહિના પહેલા તે જ્યારે તેના ઘરે આવ્યો ત્યારે તેણે મિત્રોને વચન આપ્યું હતું કે ટૂંક સમયમાં જ ફરી આવીશ અને તમને મળીશ. પણ વચન પુરુ કરતાં પહેલાં દુશ્મનો સામે લડતી વખતે કુંદન શહીદ થઈ ગયા હતા.


એટલું જ નહીં તેમના ઘરે 15 દિવસ પહેલા પુત્રીનો જન્મ થયો હતો. જેને તેઓ એક નજર જોઈ પણ શક્યા નહોતા. આ નવજાત બાળકી ક્યારેય તેના પિતાને મળી નહીં શકે. નેહા અને કુંદનનાં લગ્ન બે વર્ષ પહેલાં જ થયાં હતાં.રવિવારે કુંદનનું પોસ્ટિંગ ગલવાનમાં થયું હતુ. એ જ ખીણમાં જ્યાં ભારતીય સૈનિકો ચીની સૈનિકો સાથે અથડામણ થઈ હતી.


લૉકડાઉન ન થયું હોત તો કુંદન તેમના ગામ આવી ગયા હોત.તેમનાં માતાએ જણાવ્યું કે પત્ની ગર્ભવતી હતી એટલે 10મી મેથી તેમની રજા મંજૂર થઈ હતી, પણ લૉકડાઉનને લીધે કૅન્સલ કરવામાં આવી. ત્યારથી તેઓ ત્યાં જ હતા.આ પછી પહેલી જૂને કુંદને તેમનાં માતા સાથે છેલ્લી વખત વાત કરી હતી, એ પછી ગલવાન ખાડીમાં તહેનાત કરી દેવામાં આવ્યા.ત્યાં નેટવર્ક ન હોવાથી પંદર દિવસથી તેમણે ફોન બંધ કરી રાખ્યો હતો, એ ફોન હજી પણ બંધ છે.કુંદન ના પિતા રવિશંકર ઓઝા ખેડૂત છે.આ પરિવાર ઝારખંડના સાહિબગંજ જિલ્લાના ડિહારી ગામમાં રહે છે. તેમના બંને ભાઈઓ નોકરી કરે છે.



26 વર્ષીય કુંદન કુમાર ઓઝા સાહિબગંજ જિલ્લાના મુફસિ્સલ પોલીસ સ્ટેશન વિસ્તારના ડિહરી ગામના રહેવાસી હતા. તેમને બે ભાઈઓ અને એક બહેન છે. આ વાત એમને ખબર પણ ન હતી કે થોડા દિવસો પહેલા જ એએક પુત્રીના પિતા બન્યા હતા. કુંદન જલ્દી જ તેની પુત્રીને મળવા ઘરે આવવાના હતા. પરંતુ અહીં કુદરતને કંઈક બીજું મંજૂર હતુ.


કુંદનની શહાદતના સમાચાર તેના પિતાને ફોન દ્વારા આપવામાં આવ્યા હતા. આ સમાચાર સાંભળીને આખો પરિવાર શોકમાં સરી પડ્યો હતો. ગામજનોને પુત્રના આ બલિદાન પર ગર્વ છે. કુંદનના પિતરાઇ ભાઇએ ચીન સામે બદલાની માંગ કરી છે. તેઓ ઇંટોનો જવાબ પથ્થરથી જવાબ આપવા માંગે છે.રવિવારે કુંદનની ડ્યુટી લદ્દાખની ગલવાન ઘાટીમાં હતી. અહીં તે ચીની છેતરપિંડીનો શિકાર બન્યા. ગ્રામજનો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર તેઓને 7 વર્ષ પહેલા સૈન્યમાં જોડાયા હતા.



તેના પરત આવવાની રાહ હવે તેની નવજાત પુત્રીની હશે. જેને કદાચ ખબર પણ નહી હોય કે તેના પિતા ક્યારેય પાછા નહીં આવે. તે પોતાની માતૃભૂમિ સફર પર નીકળી ગયા છે. આવા સફરથી પાછા ફરવું અશક્ય છે.આ વચ્ચે મુખ્ય મંત્રી હેમંત સોરેને કુંદનના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે.મુખ્ય મંત્રીએ ટ્વીટ કરીને કહ્યું છે કે ઝારખંડના વીર સપૂત કુંદન ઓઝા અને અન્ય સૈનિકોની શહીદી પર ગર્વ છે.તેમણે લખ્યું, હું તેમને સલામ કરું છું. ઝારખંડ સરકાર અને આખું રાજ્ય કુંદનના પરિવારની સાથે છે.

Comments

Popular posts from this blog

બેભાગમાં જન્મ્યો હતો મહાભારત નો આ યોદ્ધા,13 દિવસ સુધી એકલાં હાથે લડતો રહ્યો ભીમ સાથે, જાણો તેનું નામ…

ભારત નું એકમાત્ર એવું ગામ કે જ્યાં આજે પણ રહે છે મહિલાઓ નિવસ્ત્ર,જાણો રહસ્યમય કારણ….

ભારતમાં હોવા છતાં પણ કોઈ નાગરિક આ જગ્યાઓ પર જઈ શકે નહીં, કારણ એવું છે કે વાંચી તમે દંગ થઈ જશો.