બૉલીવુડ ને એક મોટો ઝટકો આ પ્રખ્યાત કોરિયોગ્રાફર નું થયું નિધન

મિત્રો, હાલ બોલીવૂડ ફિલ્મજગત ના ખુબ જ ફેમસ કોરિયોગ્રાફર સરોજખાન નુ કાર્ડિયાક એરેસ્ટના કારણે મુંબઈ ખાતે નિધન થયુ છે. તે છેલ્લા ઘણા સમયથી અસ્વસ્થ હતા. તેમને બાન્દ્રા સ્થિત એક હોસ્પિટલમા એડમિટ કરવામા આવ્યા હતા. મોડી રાત્રે તેમની તબિયત લથડતા શુક્રવારના રોજ તેમનુ નિધન થયુ હતુ. તેઓ ૭૧ વર્ષની વય ધરાવતા હતા.



તેમને ગુરુનાનક હોસ્પિટલમા શ્વાસની સમસ્યાના કારણે ૨૦મી જૂને દાખલ કરવામા આવ્યા હતા. અહી દાખલ થતા પહેલાં તેમનો કોવિડ ટેસ્ટ કરવામા આવ્યો હતો, જે નેગેટિવ આવ્યો હતો. તેમના કુટુંબ સાથે જોડાયેલા સુત્રોએ દાવો કર્યો હતો કે, તેમનુ સ્વાસ્થ્ય ધીમે-ધીમે સુધરી રહ્યુ હતુ. તેમને દવાખાનામાંથી રજા પણ મળવાની હતી પરંતુ, એકાએક મોડી રાત્રે તેમની તબીયત બગડી હતી અને તેમન નિધન થયુ.



તેમના અંતિમ સંસ્કાર શુક્રવારના રોજ મુંબઈ સ્થિત મલાડના માલવાણીમા થશે. ચાર દશકાની સૌથી લાંબી કારકિર્દી દરમિયાન સરોજ ખાને બે હજાર કરતા વધુ ગીતો કોરિયોગ્રાફી કરી છે. તેમને પોતાની કોરિયોગ્રાફીની કળા માટે ત્રણ વાર નેશનલ અવોર્ડ મળી ચુક્યા છે. તેમને સંજય લીલા ભણસાળીની ફિલ્મ “દેવદાસ” મા ડોલા-રે-ડોલા ગીતની કોરિયોગ્રાફી કરવા માટે નેશનલ અવોર્ડ મળ્યો હતો.



આ સિવાય માધુરી દિક્ષીતની ફિલ્મ “તેજાબ” ના યાદગાર આઇટમ સોન્ગ “એક-દો-તીન” અને વર્ષ ૨૦૦૭ મા આવેલી ફિલ્મ “જબ વી મેટ” ના ગીત “યે ઇશ્ક…”માટે પણ તેમને નેશનલ અવોર્ડ મળી ચુક્યો છે. તેમણે છેલ્લી વાર કરણ જોહરના પ્રોડક્શન હાઉસ હેઠળ બનેલી ફિલ્મ “કલંક”મા “તબાહ હો ગયે” ગીત પર કોરિયોગ્રાફી કરી હતી. આ ગીતમાં માધુરી દિક્ષીત હતા અને આ ફિલ્મ વર્ષ ૨૦૧૯મા રિલિઝ થઈ હતી.



તેમના નિધનથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને એક ખુબ જ મોટો ઝાટકો લાગ્યો છે. એક પછી એક આવી રહેલી દુઃખદ ખબરના કારણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો આઘાતમા સરી પડ્યા છે. તેમના નિધન બાદ બોલીવૂડ સિતારાઓથી લઈને સામાન્ય લોકો પણ સોશિયલ મિડિયા દ્વારા તેમને શ્રદ્ધાંજલી આપી રહ્યા છે. અભિનેતા સુનીલ ગ્રોવરે ટ્વીટ કરતા લખ્યુ હતુ કે, ‘સરોજ ખાનના નીધનની ખબરથી હું આઘાતમાં છું. તેમના જવાથી એક યુગ સમાપ્ત થઈ ગયો છે, ઈશ્વર તેમની આત્માને શાંતિ આપે.’



બોલીવૂડ ફિલ્મજગતના મહાનાયક અમિતાભ બચ્ચને પણ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યું છે. તેમણે તેમનુ નામ તો નથી લખ્યુ પણ તેમના પોસ્ટથી સમજી શકાય છે કે, તેઓ તેમના મૃત્યુથી અત્યંત દુઃખી છે. તેમણે ટ્વીટ કરતા લખ્યુ કે, ‘હાથ જોડાયેલા છે, મન અશાંત’ તો બીજી તરફ બોલીવૂડ અભિનેતા અક્ષય કુમારે ટ્વીટમાં લખ્યુ કે, ‘આ ખરાબ સમાચારથી જાગ્યો છું કે કોરિયોગ્રાફર સરોજ ખાનજી હવે નથી રહ્યા. તેમણે ડાન્સને ખૂબ જ સરળ બનાવી દીધો હતો. જાણે કોઈ પણ ડાન્સ કરી શકે. ઇન્ડસ્ટ્રીને એક મોટું નુકસાન. ભગવાન તેમના આત્માને શાંતિ આપે.’

Comments

Popular posts from this blog

બેભાગમાં જન્મ્યો હતો મહાભારત નો આ યોદ્ધા,13 દિવસ સુધી એકલાં હાથે લડતો રહ્યો ભીમ સાથે, જાણો તેનું નામ…

ભારત નું એકમાત્ર એવું ગામ કે જ્યાં આજે પણ રહે છે મહિલાઓ નિવસ્ત્ર,જાણો રહસ્યમય કારણ….

ભારતમાં હોવા છતાં પણ કોઈ નાગરિક આ જગ્યાઓ પર જઈ શકે નહીં, કારણ એવું છે કે વાંચી તમે દંગ થઈ જશો.