ભાઈજાન ની મુશ્કેલીઓ વધી,સુશાંત બાદ હવે આ અભિનેત્રીની આત્મહત્યા માં નામ આવ્યું સામે,જાણો શુ છે મામલો….

આજે સુશાંત સિંહ ના મોત થી હર કોઈ પરેશાન છે.આજે દરેક લોકોના મુખે એક જ સવાલ છે કે બોલિવુડનો આટલો સરસ નવોદિત એક્ટર કઈ રીતે આત્મહત્યા જેવું આંત્યંતિક પગલું ભરી શકે. જોકે આ બધા વચ્ચે બોલિવુડમાં બે ભાગ પડી ગયા છે. કેટલાક એક્ટર્સ, એક્ટ્રેસ અને ડિરેક્ટર્સે આની પાછળનું કારણ બોલિવુડમાં સગાવાદ અને નેપોટિઝમને ગણાવ્યું છે.અને સોશિયલ મીડિયા પર એના જોર થી વિવાદ ચાલી રહ્યા છે.


આજે સુશાંત સિંહ નું મોત એક કોયડો બની ગઇ છે એને આત્મહત્યા કેમ કરી એ હજુ બહાર આવ્યું નથી.બોલિવૂડ અભિનેતા સુશાંતસિંહે 14 જૂને તેમના ઘરે ગળેફાંસો ખાઇ લીધો હતો. તેમના અવસાનથી દેશમાં એક વિચિત્ર હલચલ મચી ગઈ છે. દેશ માં લોકો નવી નવી પોસ્ટ સેર કરી ને બોલિવૂડ ને દોષી માની રહ્યા છે.અને આમાં સલમાન ખાન અને કરણ જોહર નું નામ મોખરે છે.



સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા કેસ પર ઘણા પ્રકારની પ્રતિક્રિયાઓ આવી રહી છે અને ઘણા ખુલાસાઓ થઇ રહ્યા છે. ઘણા મોટા નામો પણ સામે આવી રહ્યા છે.પહેલા અભિનવ કશ્યપે એવો દાવો કર્યો છે કે સલમાનને જેનાથી નારાજ હોય છે, તેને કામ મળવામાં મુશ્કેલી પડી છે. આમાં અરિજીત સિંહ, વિવેક ઓબેરોય જેવા નામ મુખ્ય છે.


સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ અભિનવે ફેસબુક પર એક લાંબી પોસ્ટ લખી હતી. આ પોસ્ટમાં અભિનવે એ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે સલમાન ખાન તથા તેના પરિવાર તરફથી ધાક-ધમકી આપવામાં આવી હતી અને તેને કારણે તેમને મોટા પ્રોડક્શનહાઉસની ફિલ્મ મળી નહોતી.અને ત્યાર બાદ હવે દિવંગત એક્ટ્રેસ જિયા ખાનની માતા રાબિયા અમીને એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમા તેમણે સલમાન ખાન પર આરોપ લગાવ્યો છે. રાબીયા અમીનનું કહેવું છે કે, જિયા ખાન સુસાઇડ કેસમાં સલમાન ખાને પોલીસ પર દબાણ ઉભુ કર્યું હતું.


સુશાંત સિંહ રાજપૂતના નિધન પર જારી કરવામાં આવેલા આ વીડિયોમાં તે કહે છે,’મારી સંવેદનાઓ સુશાંત સિંહ રાજપૂતના પરિવાર સાથે છે. આ ખરેખર એક હૃદયદ્રાવક મામલો છે. આ કોઇ મજાક નથી ચાલી રહી. હવે બોલિવૂડને બદલવું પડશે, બોલિવૂડને જાગવું પડશે. બોલિવૂડે આવું સંપૂર્ણપણે બંધ કરવું પડશે. કોઇની મજાક કરવી તે પણ હત્યા કરવા સમાન છે.


સાથે જ તેમણે જિયા ખાનના કેસ પર વાત કરતા કહ્યું કે,’હાલમાં જે કંઇ થઇ રહ્યું છે તેને મને 2015ની યાદ અપાવી દીધી, જ્યારે હું સીબીઆઇ ઓફિસરને મળવા ગઇ હતી. તેણે મને લંડનથી બોલાવી અને જણાવ્યું કે, અમને મહત્વના પૂરાવા મળ્યા છે. જ્યારે હું ત્યા પહોંચી તો તેણે મને કહ્યું કે મારા પર સલમાન ખાનનો ફોન આવ્યો. તે દરરોજ ફોન કરે છે અને પૈસા ઓફર કરે છે. કહે છે કે, છોકરા સાથે પૂછપરથ ના કરશો, તેને પકડશો નહી તો અમે શું કરી શકીએ મેડમ.



રાબિયા અનુસાર,’ઓફિસર પોતે પણ આ વસ્તુથી નારાજ અને પરેશાન દેખાઇ રહ્યો હતો. બાદમાં હું આ મામલાને દિલ્હીમાં ઉચ્ચ અધિકારીઓ પાસે લઇ ગઇ અને મેં તેની ફરિયાદ કરી પરંતુ એવું જ થયુ કે, પૈસા અને પ્રેશરથી તપાસને પ્રભાવિત કરવામાં આવી તો મને નથી ખબર કે એક નાગરીક તરીકે આપણે કઇ દિશામાં જઇ રહ્યા છીએ? હું કહેવા માંગુ છું કે બહું થયુ હવે ઉભા થાવ, લડો અને પ્રોટેસ્ટ કરો અને બોલિવૂડના આ ઝેરીલા વ્યવહારને રોકો.


નોંધનિય છે કે જિયા ખાને 3 જૂન 2013ની રાત્રે 11.30 વાગ્યે આત્મહત્યા કરી લીધી હતી.આ મામલામાં જિયાના બોયફ્રેંડ સૂરજ પંચોલી પર એક્ટ્રેસને આત્મહત્યા માટે ઉક્સાવાનો આરોપ લાગ્યો હતો.આ મામલે સૂરજને જેલમાં પણ મોકલામાં આવ્યો હતો પરંતુ સલમાન ખાને તેને ખુબ સપોર્ટ કર્યો હતો.



સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદથી બોલિવૂડમાં નેપોટિઝ્મના આક્ષેપો મૂકવામાં આવી રહ્યાં છે. હવે, ડિરેક્ટર અનુરાગ કશ્યપના ભાઈ તથા ફિલ્મમેકર અભિનવ કશ્યપે પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર અનેક આક્ષેપો મૂક્યા હતા અને પોલીસને અપીલ કરી છે કે સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના કેસની મૂળ સુધી તપાસ કરવામાં આવે.જણાવી દઈએ કે હવે બિહારના મુઝફ્ફરપુરની કોર્ટમાં કરણ જોહર, સંજય લીલા ભણસાલી, સલમાન ખાન અને એકતા કપૂર સહિત આઠ લોકો વિરુદ્ધ સુશાંત સિંહનીઆત્મહત્યાના મામલે કેસ ફાઈલ થયો છે.

Comments

Popular posts from this blog

બેભાગમાં જન્મ્યો હતો મહાભારત નો આ યોદ્ધા,13 દિવસ સુધી એકલાં હાથે લડતો રહ્યો ભીમ સાથે, જાણો તેનું નામ…

ભારત નું એકમાત્ર એવું ગામ કે જ્યાં આજે પણ રહે છે મહિલાઓ નિવસ્ત્ર,જાણો રહસ્યમય કારણ….

ભારતમાં હોવા છતાં પણ કોઈ નાગરિક આ જગ્યાઓ પર જઈ શકે નહીં, કારણ એવું છે કે વાંચી તમે દંગ થઈ જશો.