આ છે દુનિયા નું એક માત્ર એવું ગામ,કે જ્યાં પુરુષ રહેતા નથી છતાં મહિલાઓ થઈ જાય છે ગર્ભવતી,જાણો એવું તો શુ છે કારણ…
વિશ્વમાં ઘણા પ્રકારની જાતિઓ રહે છે.જેઓ આ ટેકનોલોજીના સંસારથી ખૂબ જ દૂર હોય તેમ રહે છે.આ લોકો પોતાની જાતે જંગલમાં ખોરાક શોધે છે અને બનાવે છે આ જંગલના લોકોનો પહેરવેશ પણ ખૂબ જ અલગ હોય છે.કેટલાક જંગલોમાં અને કેટલાક કઠોર વિસ્તારોમાં આ જાતિના લોકોની ઘણી વિચિત્ર પરંપરાઓ હોય છે.જેને જાણીને સામાન્ય લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે.આજે અમે તમને જે જાતિ અથવા સમુદાય વિશે જણાવવા જઈ રહ્યા છે જે ખૂબ જ વિચિત્ર છે.અહીં એક પણ પુરુષ રહેતો નથી.આ સમુદાયના લોકોમાં ફક્ત મહિલાઓ શામેલ છે.આખા ગામમાં લગભગ અઢીસો એટલે કે 250 જેટલી મહિલાઓ રહે છે.સાથે અહીંયા પુરુષોના પ્રવેશ પર પ્રતિબંધ છે.પરંતુ સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે તે પછી પણ આ ગામની મહિલાઓ ગર્ભવતી થાય છે. છેવટે કેવું છે આ ગામ અને શુ છે.
આ જાતિ કેન્યાના ઉમોજા ગામમાં રહે છે આ ઉમોજા ગામની ચર્ચા ઘણા લાંબા સમયથી થઈ રહી છે.આ ગામની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં એક પણ પુરુષ રહેતો નથી.આ ગામમાં ફક્ત મહિલાઓ જ રહે છે.

ઉમોજા ગામની સ્થાપના 1990 માં કરવામાં આવી હતી અને આ ગામની સ્થાપના માત્ર 15 જ મહિલાઓએ કરી હતી.આ બધી મહીલાઓ એ હતી જેમના પર સ્થાનિક બ્રિટિશના સૈનિકોએ બળાત્કાર કર્યો હતો.આ પછી મહિલાઓએ આ ગામની સ્થાપના કરી જેમાં માત્ર મહિલાઓ જ રહી શકે છે.
આ ગામમાં છેલ્લા 30 વર્ષોથી પુરુષોના પ્રવેશ પર પ્રતિબંધ મુકેલો છે.આ ગામમાં કોઇ પણ પુરુષ પ્રવેશ ન કરે તે માટે ગામની સીમમાં કાંટાળો તાર લગાવ્યો છે.જો કોઈ પુરુષ આ સીમાને પાર કરવાનો પ્રયાસ કરશે, તો તેને દંડ કરવામાં આવે છે.
આ ગામમાં બળાત્કાર, બાળલગ્ન, ઘરેલુ હિંસા અને સુન્નત જેવી બધી હિંસા ભોગવી શકે તેવી મહિલાઓ રહે છે.હાલમાં આ ગામમાં લગભગ 250 જેટલી મહિલાઓ અને લગભગ 200 બાળકો રહે છે.
હવે તમને જાણીને આશ્ચર્ય થશે કે આ ગામમાં ફક્ત મહિલાઓ રહે છે તો બાળકો ક્યાંથી આવ્યા અને તમારે હવે એ જાણવું મહત્વપૂર્ણ છે કે જ્યારે પુરૂષો ગામમાં રહેતા નથી તો પછી આ ગામની મહિલાઓ કેવી રીતે ગર્ભવતી થાય છે.આ વાતનો જવાબ ઉમોજા ગામની બાજુમાં સ્થાયી થયેલા બીજા ગામના પુરુષોએ આપ્યો હતો.
તે ગામના એક વડીલે જણાવ્યું કે આ મહિલાઓને લાગે છે કે તેમાંના ઘણા પુરુષો વગર જીવે છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે આમાંની ઘણી મહિલાઓને તેમના પોતાના ગામના પુરુષો સાથે પ્રેમ થઈ જાય છે.
આ પછી આ પુરુષો રાતના અંધારામાં ઉમોજા ગામમાં જાય છે અને પછી સવાર થતા પહેલા પાછા ફરે છે.આ પુરુષોનો સબંધ ગામની એક જ નહીં પરંતુ ઘણી મહિલાઓ સાથે રહેતા હોય છે.
જો કે મહિલાઓ પુરૂષો સાથેના તેમના સંબંધોને ખુલ્લેઆમ સ્વીકારતી નથી, તેથી કોઈને ખબર નથી હોતી કે કઇ સ્ત્રીએ કયા પુરુષ સાથે સંબંધ બાંધ્યો છે.આપણા આ આધુનિક જમાનામાં ગર્ભને રોકવા માટેનું સાધન છે પરંતુ ત્યાં ગર્ભનિરોધકનું કોઈ સાધન ન હોવાથી અહીંની મહિલાઓ ગર્ભવતી થઇ જાય છે.
આ દરમિયાન જે બાળક થાય છે આ મહિલાઓ તેમના બાળકોની સંભાળ પોતે જ રાખે છે.જો દીકરીઓ છે,તો તેમને ભણાવે છે અને પોતાના પગ પર ઉભા રહેતા શીખવાડે છે.
આ ગામમાં પુરુષોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકીને આ ગામે ઘણી ચર્ચા ભેગી કરી છે.આને કારણે અહીં ઘણા પ્રવાસીઓ આવે છે.આ પ્રવાસીઓ પાસેથી ગામમાં પ્રવેશ માટે પૈસા લેવામાં આવે છે.જેનાથી તેઓ પોતાનું ગુજરાન ચલાવી શકે છે.
સાથે જ આ ગામની મહિલાઓ પણ ખાસ પ્રકારના ઘરેણાં બનાવે છે અને ત્યાં આવતા પ્રવાસીઓને વેચીનેપણ પૈસા કમાય છે અને તે પૈસાથી ખાવાનું ખરીદીને તેમના બાળકોને ખવડાવે છે.

જે પણ હોય આ ગામની મહિલાઓને આ ગામ સાથે ખૂબ લગાવ છે.તેઓ કહે છે કે જ્યારે તેઓ બહારની દુનિયામાંથી દગો મળ્યો હતો ત્યારે આ ગામે જ અમને સહારો આપ્યો હતો.
Comments
Post a Comment